શ્રીદેવી અને અનિલ કપૂરનો અંતિમ Video, લગ્નમાં આ હિટ ગીત પર કર્યો ડાન્સ
Continues below advertisement
નવી દિલ્હીઃ જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું નિધન થઈ ગયું છે. તેના નિધનથી માત્ર બોલીવુડ જ નહીં પરંતુ તેના ફેન્સમાં પણ શોકનો માહોલ છે. શ્રીદેવી પોતાના પતિ બોની કપૂર અને નાની દીકરી ખુશીની સાથે દુબઈમાં મોહિત મારવાના લગ્નમાં સામેલ થવા માટે પહોંચી હતી. શ્રીદેવી અને અનિલ કપૂરની જોડીની વાત કરીએ તો તેની જોડી બોલીવુડની સૌથી જાણીતી સિલ્વર સ્ક્રીન કેમેસ્ટ્રીઝમાંથી એક કહેવાય છે. શ્રીદેવી અને અનિલ કપૂરનો લગ્નમાં ડાન્સનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તે બન્ને ચીટિયા કલાઈયા ગીત પર ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં શ્રીદેવી અને અનિલ કપૂર લગ્નને ખૂબ એન્જોય કરી રહ્યા છે.
Continues below advertisement