આ વ્યક્તિએ મગમાં કોફીથી જ બનાવી શ્રીદેવીની તસવીર, Video જોઈને કહેશો WOW
નવી દિલ્હીઃ શ્રીદેવીનું નિધન થયાને ત્રણ સપ્તાહનો સમય વિતી ગયો છે, પરંતુ ફેન્સ પોતપોતાની રીતે તેને શ્રદ્ધાંજલી આપી રહ્યા છે. અનુપમ ખેરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં એક કોફીમેકર મગમાં નાંખવામાં આવેલી કોફીથી શ્રીદેવીની તસવીર બનાવે છે. અનુપમ ખેરે આ વીડિયોની સાથે લખ્યું છે, ઇસ્તાંબુલમાં કોઈ જગ્યા પર કોફીમેકરે આ રીતે શ્રીદેવીને યાદી કરી. આ વીડિયો ખરેખર શાનદાર છે. તેમાં કારીગરીની સાથે મગની અંદર કોફીથી શ્રીદેવીની શાનદાર અને સુંદર તસવીર બનાવવામાં આવી છે.