બગોદરા હાઈ-વે પર ટ્રક અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત; એકનું મોત, 40 ઘાયલ
અમદાવાદઃ બગોદરા હાઈ-વે પર ટ્રક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એકનું મોત થયું છે. જ્યારે બસમાં સવાર 40 મુસાફરો ઘાયલ થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, ટ્રકના એક ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે બસ પલટી ગઈ હતી. અકસ્માતને કારણે રોડ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. પાંચ જેટલી 108ની મદદથી ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગારિયાધાર-બાપુનગરની એસટી બસને અકસ્માત નડ્યો છે. એસટી વિભાગે આપેલી માહિતી પ્રમાણે ટ્રક ડિવાઇડર કૂદીને એસટી બસ સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.