ક્રિસ ગેલની કંઈ ચેલેન્જને સની લિયોનીએ સ્વીકારી, જાણો વિગત
નવી દિલ્લી: હાલમાં વેસ્ટઈંડિઝના ખેલાડી ક્રિસ ગેલ પોતાના એક ડાંસના કારણે ઈંટરનેટ પર છવાયેલો છે. જો કે, ક્રિકેટરે શાહરૂખ ખાનની ફિલ્મ રઈશના સોંગ લૈલા મેં લૈલા પર ડાંસ કરતો પોતાનો એક વીડિયો ઈંસ્ટ્રાગ્રામ પર શેયર કર્યો છે. તેની સાથે તેને પોતાના ફ્રેંસને આ સોંગ પર ડાંસ કરવાની ચેલેન્જ આપી હતી. ગેલે આ વીડિયોની સાથે લખ્યું હતું કે જે આ રીતે ડાંસ કરશે તેને તે 5 હજાર ડૉલર આપશે. આ ચેલેંજ માત્ર પુરુષો માટે જ નહીં પરંતુ મહિલાઓ માટે પણ હતી. ગેલે ફ્રેંસને કહ્યું કે તે પોતાનો વીડિયો #ChrisGayleDanceChallenge હેશટેગની સાથે પોસ્ટ કરે. ટૉપ-5 વીડિયોને તે પોતાના પેજ પર પોસ્ટ કરશે, જેમાંથી દર્શક વિજેતા પસંદગી કરશે.
ક્રિસ ગ્રેલે વિનરનું નામ 24 જુલાઈએ જાહેર કરવાની જાહેરાત કરવાનું કહ્યું છે. આ વીડિયોને પોસ્ટ કર્યા પછી દુનિયાભરમાંથી ક્રિસ ગેલના પ્રશંસકો પોતાની એંટ્રી આ ચેલેન્જ મારફતે મોકલી રહ્યા છે. પરંતુ આ બધામાં સૌનું ધ્યાન ખેંચ્યું તે છે બોલીવુડની બેબી ડોલ સની લિયોની. ગેલની આ ચેલેન્જ માટે સનીએ પોતાની એંટ્રી મોકલી છે. રઈસના આ સોંગ પર તેને ડાંસ પણ કર્યો હતો. તેને ટ્વિટર પર લખ્યું- હે ક્રિસ ગ્રેલ #ChrisGayleDanceChallenge માટે આ રહી મારી એંટ્રી. #SunnyLeone #ChrisGayleDanceChallengeAccepted અભિનેત્રીએ આ જવાબ પછી ક્રિકેટરે તેને જવાબ આપતા લખ્યું- હું તેને જોઈ રહ્યો છું. તમે સાચા ડાંસ સ્ટેમ્પ પકડ્યા છે.