સુરતઃ માતાની નજર સામે જ સ્વીમીંગ પૂલમાં 11 વર્ષનો બાળક ડૂબી ગયો, જુઓ હચમચાવી દે તેઓ વીડિયો
Continues below advertisement
સુરતઃ ભટારમાં આવેલી કાપડીયા હેલ્થ ક્લબમાં આવેલ સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં ત્રીજા ધોરણના વિદ્યાર્થીનું મોત થયું હતું. ૧૧ વર્ષનો બાળક ડૂબતાં તેને ઈન્સ્ટ્રક્ટર સારવાર માટે સિવિલ હોસ્પિટલ એમ્બ્યુલન્સ મારફતે લઈ આવ્યાં હતાં. જોકે, ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરતાં બાળકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
સુરતના વીઆઈપી રોડ પર આવેલા નંદનવન-2માં રહેતા અને મૂળ રાજસ્થાનના વતની એવા કાપડના વેપારી પીંકેશભાઈનો ધોરણ-3માં અભ્યાસ કરતો પુત્ર હર્ષ પોદ્દાર કાપડીયા હેલ્થ ક્લબના સ્વિમિંગ પૂલમાં નહાઈ રહ્યો હતો. દરમિયાન સાંજે પોણા છ વાગ્યા આસપાસ ડૂબી ગયો હતો. આ તરફ ઈન્સ્ટ્રક્ટરની નજર જતાં તેઓએ હર્ષને બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ સારવાર શરૂ કરી હતી. તમામ પ્રયાસોના અંતે સિવિલના તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
હાલમાં ખટોદરા પોલીસે આ બાબતે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ ચાલુ કરી છે. ક્લબમાં લાગેલા સીસીટીવી જોતા બાળક સ્વિમિંગ પુલ કરતા કરતા અચાનકજ ડૂબી ગયો. તે ત્યાં હાજર કોચને ખબર પડતા કોચે બહાર કાઢી સાવરવાર માટે લઇ જવાયો હતો. જોકે, તેનું મોત થયું હતું. મૃતકના પરિવારજનોએ લાશ લેવાનો ઇનકાર કરી દિધો છે.