ભાજપના કયા ધારાસભ્યે સરકાર પર કાયદો અને વ્યવસ્થાને લઈને ઉઠાવ્યા સવાલ? જુઓ વીડિયો
સુરતઃ કામરેજના ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાએ સરકાર પર કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવ્યા છે. ઝાલાવાડીયાએ સુરત પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. પત્રમાં લખ્યું છે કે, તેમના મત વિસ્તારમાં આવતા પોલિસ મથકમાં કાયદો-વ્યવસ્થા નબળી પડી ગઈ છે અને ગુનાખોરી વધી હોવાનું પોલીસ કમિશનરને પત્ર લખી જાણકારી આપી છે. સરથાણા ,કાપોદ્રા,વરાછા ,પુર્ણા તેમજ સુરતની ગ્રામિણ વિસ્તારોમાં આવતા કામરેજ કાડોદરા વિસ્તારમાં ગુનાખોરી વધી હોવાનું લખ્યું છે.