સુરતઃ સિટી બસે કાકા-ભત્રીજીને અડફેટે લેતાં બંનેના મોત, સામે આવ્યા સીસીટીવી
સુરતઃ યુનિવર્સિટી રોડ પર કાકા અને તેની ભત્રીજીને સિટી બસે ટક્કર મારતાં બંનેના મોત થયા હતા. સિટી બસના ડ્રાઈવરે અડફેટે લઈ મોત નિપજાવવાના પ્રકરણમાં અકસ્માતના cctv સામે આવ્યા છે. સીસીટીવીમાં ડ્રાઇવરની બેદરકારી સ્પસ્ટ જોઇ શકાય છે. બાઇક પર રસ્તો ક્રોસ કરી રહેલા કાકા-ભત્રીજીને અડફેટે લીધા બાદ બસ ડ્રાઈવરે બ્રેક નહીં મારવાનું સીસીટીવીમાં સ્પષ્ટ જોઇ શકાય છે.