સુરતઃ BRTSએ યુવકને અડફેટે લેતા લોકોએ ડ્રાઇવરને ફટકાર્યો, જુઓ વીડિયો
સુરત : ખરવરનગરમાં BRTSની લાલ બસે રાહદારીને અડફતે લેતા હાલ તેને લોહીલૂહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ તેની તબિયત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા અને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ડ્રાઇવરને પકડીને ફટકાર્યો હતો. એટલું જ નહીં, પોલીસ બોલાવીને તેને પોલીસના હવાલે કર્યો હતો. હજુ થોડા દિવસ પહેલા જ બીઆરટીએસ બસે યુનિવર્સિટી પાસે બેનો ભોગ લીધો હતો.
Tags :
Surat Accident