સુરતઃ પોતાને વોન્ટેડ જાહેર કરાતા હાર્દિક પટેલે શું કહ્યું? જુઓ વીડિયો

Continues below advertisement
સુરતઃ આજે હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ સુરત ક્રાઈમ બ્રાંન્ચ ઓફિસ પહોંચ્યો હતો. ક્રાઈમ બ્રાંચમાં હાજરી નોંધાવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતાં હાર્દિકે જણાવ્યું હતું કે, તે કોઈ નલિયાકાંડનો આરોપી નથી કે તેને અમદાવાદ વસ્ત્રાલ કોર્પોરેટરના ઘરમાં તોડફોડના આરોપમાં વોન્ટેડ જાહેર કરવો પડે. સાથે જ ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આંદોલનને તોડવા વર્ગવિગ્રહ માટે ભાડુતી ગુંડાઓ દ્વારા પ્રયાસ થઈ રહ્યાં હોવાની સાથે જ આજે ભાજપ દ્વારા શહીદ કૂચ યાત્રામાં ભગતસિંહને ખોટા ચિતરાયા હોવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંત પોલીસની કામગીરીને લઇને પણ હાર્દિકે આરોપ કર્યો હતો કે, પોલીસ માત્ર ભાજપના ઈશારા પર કામ કરે છે. હાર્દિક પટેલે ભાજપ સરકાર પર વર્ગવિગ્રહની રાજનીતિ ફેલાવતી હોવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, સરકાર માત્રને માત્ર આંદોલનને તોડવા માટે હિન્દુ મુસ્લિમ સહિત એક સમાજને બીજા સમાજ સાથે લડાવવા માટે વર્ગવિગ્રહની રાજનીતિ કરતી હોવાનું જોવા મળે છે. યોગીચોકમાં સભાની મંજૂરી ન મળી ત્યાર બાદ થયેલા છમકલા વિષે જણાવ્યું હતું કે, તે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યાં હતાં અને પોલીસના વિશાળ કાફલાને ઉતારીને લોકોને ડરાવવાનો પ્રયાસ થયો હતો.

આ ઉપરાંત હાર્દિકે જણાવ્યું હતું કે, ભગતસિંહને ઈતિહાસકારો અને ભાજપ સહિત આરએસએસના લોકોએ ખોટા ચિતર્યા છે. સાથે જ ભાજપને કાર્યક્રમની મંજૂરી મળે અને પાટીદારોને પરીક્ષાના નામે મંજૂરી નહોતી મળી, જ્યારે આજે ભાજપના કાર્યક્રમમાં મોટાભાગે સ્ટુડન્ટને જ લાવવામા આવ્યાં હતાં. સુરત પાસના કન્વીનર અલ્પેશ કથિરીયા સહિત અન્ય પર રાજદ્રોહના ગુનામાં ધરપકડ ન થવા અંગે હાર્દિકે જણાવ્યું હતું કે, સરકારે ખોટી રીતે કેસ લગાવ્યો હશે, તેથી જ હજુ સુધી ધરપકડ થઈ નથી. જ્યારે તેઓ ધરપકડ માટે કાયદાકીય રીતે તૈયાર હોવાનું જણાવ્યું હતું.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram