સુરતઃ 10 રૂપિયાની લાલચ આપી દુષ્કર્મ આચરનાર યુવકની પોલીસે કરી ધરપકડ, જુઓ વીડિયો
સુરતઃ ડાયમંડ નગરી સુરતના સચિન GIDC વિસ્તારમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર યુવકની પોલીસે ધરપકડ કરી હતી. યુવકે બાળકીને 10 રૂપિયાની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ કર્યું હતું. પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોસ્કોની કલમ અંતર્ગત કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.