સુરતઃ પ્રભાત તારા સ્કૂલના વિદ્યાર્થીઓ કેમ નહી આપી શકે બોર્ડની પરીક્ષા? શિક્ષણ મંત્રીએ શું કહ્યુ?

સુરત: આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે, સુરતની એક સ્કૂલના 54 જેટલા વિદ્યાર્થીઓનું ભાવી પર લટકતી તલવાર છે. આ મામલે સરકારે પણ હાથ અધ્ધર કરી દેતા વિદ્યાર્થીઓનું ભાવી બગડી રહ્યું છે. સ્કૂલના ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે હોલ ટિકિટ ન મળતા વિદ્યાર્થીઓ જિલ્લા શિક્ષણ ઓફિસે પહોંચ્યા હતા. પણ સ્કૂલની માન્યતા બોર્ડ દ્વારા રદ કરવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષા નહી આપી શકે. તેવું શિક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું.

સુરતની પ્રભાત તારા શાળા મામલે શિક્ષણમત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સુરતની પ્રભાત તારા શાળા અમાન્ય શાળા છે. આ શાળા સામે છેતરપિંડીનો કેસ થયો હતો. જેથી તેની માન્યતા રદ કરવામાં આવી છે. જેના કારણે 54 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે નહિ. નોંધનીય છે કે બે વર્ષ પહેલા જ આ સ્કૂલની માન્યતા રદ કરી દેવામાં આવી હતી, પરંતુ ગત વર્ષે સ્કૂલે બાળકોના ભવિષ્ય અંગેની વાત કરી હાઈકોર્ટમાં અરજી કરી હતી અને વર્ષ 2018 માં હાઇકોર્ટના આદેશ પ્રમાણે 58 વિદ્યાર્થીઓને પરિક્ષામાં બેસવા દેવામાં આવ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola