સુરતઃ મોબાઇલની દુકાનમાં ત્રાટક્યા ચોર, વીડિયોમાં જુઓ કેવી રીતે કરી ચોરી?
Continues below advertisement
સુરતઃ કીમ પૂર્વમાં આવેલી મોબાઈલની દુકાનમાં ચોરી કરવામાં આવી છે. દુકાન પાછળ આવેલા બંધ ઘરનો નકુચો તોડી ચોરી કરવામાં આવી હતી. મોબાઈલની દુકાનની દીવાલમાં બાકોરું પાડી દુકાનમાં ઘુસી દુકાનમાં મુકેલા ૭ મોબાઈલ તેમજ મોબાઈલની એસેસરીઝની ચોરી કરી હતી.
દુકાન પાછળ આવેલા બંધ ઘરનો નકુચો તોડી ઘરમાંથી કબાટમાં મુકેલા ૫ તોલાના સોનાના ઘરેણા તેમજ ૩૫ હજારથી વધુની રોકડ ચોરી કરવામાં આવી હતી. જોકે ચોરીની આ તમામ ઘટના મોબાઈલની દુકાનમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. ચોરટાઓ દુકાનમાં મુકેલા સીસીટીવી કેમેરા ચોરી કરી ગયા હતા, પરંતુ ડીવીઆર લઇ જવાનું ભૂલી ગયા હતા. ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.