સ્વિડનઃ 20 વર્ષની યુવતી પર ગેંગરેપ, 3 કલાક FB પર કર્યું લાઇવ, જુઓ બળાત્કાર યુવક અને યુવતી

સ્ટોકહોમઃ સ્વિડનના ઉપ્પસલામાં ગેંગરેપની એક ઘટનાને ફેસબુક પર લાઇવ કરવાની ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. અહીં ત્રણ યુવકોએ એક 20 વર્ષની યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. એટલું જ નહીં પણ તેને ફેસબુક પર લાઇવ પણ કરી દીધું હતું. લાઇવ સ્ટ્રીમિંગથી મળેલી મદદથી પોલીસે આ મામલે ત્રણ લોકોની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓને સ્વિડનના ઉપ્પસલામાંના એક એપોર્ટમેન્ટમાંથી પકડ્યા હતા.

સ્થાનિક અખબારના અહેવાલ અનુસાર, એક ક્લોઝ્ડ ફેસબુક ગ્રુપમાં આ ઘટનાનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. સ્થાનિક પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જોકે, પોલીસે આ અંગે કાંઇ વધારે જાણકારી આપવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ ઘટનાને ફેસબુક પર લાઇવ જોનારા એક વ્યક્તિએ જણાવ્યું કે, મને લાગ્યું કે આ ખૂબ ખરાબ મજાક છે.

મીડિયા રિપોર્ટસ પ્રમાણે, લગભગ ત્રણ કલાક સુધી ફેસબુક પર ગેંગરેપની ઘટનાને લાઇવ કરવામાં આવી હતી. વીડિયો દેખ્યા બાદ જોસેફિન નામના એક યુવકે પોલીસને જાણ કરી હતી. વીડિયોમાં જોઇ શકાય છે કે એક યુવક ગન પોઇન્ટ પર યુવતીને ધમકાવી રહ્યો છે. લગભગ 200 લોકોએ આ વીડિયોને લાઇવ જોયો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola