અમરેલીઃ વિદ્યાર્થીઓને બેરહેમીથી ફટકારતા શિક્ષકનો વિડીયો વાયરલ, જુઓ શિક્ષકની હેવાનિયતનો વિડીયો
અમરેલીઃ અમરેલીના લાઠીના કલાપી વિનય મંદિર હાઇસ્કૂલમાં શિક્ષકે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં શિક્ષક ધોરણ 12 સાયન્સના 13 જેટલા વિદ્યાર્થીઓને ઢોર માર મારતા જોવા મળી રહ્યા છે.
મળતી વિગતો અનુસાર, લાઠીમાં આર.આર.ધોળકિયા સંચાલિત કલાપી વિનય મંદિરના શિક્ષક રાજેશ ચાવડાએ ૨૩ જાન્યુઆરીએ ધોરણ ૧૨ સાયન્સના ૧૩ જેટલા વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો. કોઇ આ બનાવનો વીડિયો બનાવી વાયરલ કરી દીધો હતો. આ બનાવને પગલે અમરેલી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ પંકજ કાનાબાર સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ સ્કૂલે પહોંચ્યા હતા અને પ્રિન્સિપાલ,ટ્રસ્ટી મંડળ સહિત ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસ દ્વારા વિદ્યાર્થીઓ સાથે રેલી યોજી પોલીસને શિક્ષક વિરુદ્ધ પગલા લેવા માટે રજૂઆત કરી હતી. શેતાન બનેલા શિક્ષક સામે આકરી સજા સાથે ટ્રસ્ટી મંડળ અને હાઇસ્કૂલના સંચાલક સાથે પ્રિન્સિપાલની ભૂમિકા શંકાના દાયરામાં ગણાવી હતી.
શિક્ષક રાજેશ ચાવડાને ફરજ મોકૂફી આપી દીધી હતી પણ માર નો ભોગ બનેલા ૧૩ વિદ્યાર્થીઓ સાથે સાયનસના ૭૪ વિદ્યાર્થીઓ પોલીસ મથકે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને પોલીસને ફરિયાદ આપી હતી જેમાં જીલ્લા કોંગ્રેસના આગેવાનો પણ સાથે રહીને પોલીસ ને રજૂઆત કરી હતી પોલીસે વિદ્યાર્થીઓએ આપેલી ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી