આ શિક્ષકની ભણાવવાની સ્ટાઇલ જોઇ તમને પણ યાદ આવી જશે બાળપણ, જુઓ વીડિયો
પાલનપુર: બનાસકાંઠાના કાંકરેજના અરણીવાડા શાળાના આ શિક્ષક દ્વારા અભિનય ગીત સાથે બાળકોને શિક્ષણ અપાય રહ્યું છે. બાળકો પણ શિક્ષક સાથે હોંશે હોંશે ગાઇ રહ્યા છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે અને શિક્ષકની પ્રશંસા થઈ રહી છે. કહેવાઇ રહ્યું છે કે, આવા શિક્ષક હોય તો બાળકોને શિક્ષણ ભારરૂપ નહીં લાગે અને બાળકોને શિક્ષકથી ડર પણ નહીં લાગે.