શું આપ ઇન્સ્ટાગ્રામ પર છો? તો સાવધાન, આ રીતે થઇ શકો છો ફ્રોડનો શિકાર
શું આપ ઇન્સ્ટાગ્રામ પર છો? તો સાવધાન આપ સોશિયલ મીડિયાના આ પ્લેટફોર્મ દ્વારા પણ ફ્રોડના શિકાર બની શકો છો. જી હાં જો આપ ઇન્સ્ટાગ્રામ પર હો અને આપના ફોલોવર્સની સંખ્યા વધુ હોય તો આપે સાવધાની રાખવાની જરૂર છે. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્રારા આપને એક મસેજ મોકલવામાં આવે છે. જેમાં આપને કામને રિલેટેડ કોઇ ઓફર આપવામાં આવે છે. આ કામ બદલ આપને તગડી રકમની ઓફર પણ કરવામાં આવે છે. જેના માટે ફ્રોડ કરનાર આપની પાસેથી બેન્ક સહિતને બધી જ ડિટેલ મંગાવે છે. આ કામ બદલ તે આપના અકાઉન્ટમાં રકમ જમા કરાવી શકે માટે બેન્કની ડિટેલ માંગે છે. આ સ્થિતિમાં જો આ સમયે આપ તેમને કામની ઓફર કરનાર કંપની કે વ્યક્તિ વિશે તપાસ કર્યાં વિના જ તેમને માંગેલી તમામ ડિટેલ આપી દેશો તો આપનું અકાઉન્ટ ખાલી થઇ જઇ શકે છે. જો આપના ઇન્ટાગ્રામ અન્કાઉન્ટ પર આ પ્રકારના કોઇ મેસેજ આવે તો સાવધાન થઇ જવું, કામની ઓફર આપતી કંપની વિશે તપાસ કર્યાં બાદ જ બેન્કની ડિટેલ શેર કરો.