સુરક્ષાકર્મીની કારને ઓવરટેક કરવા જતાં સાઇકલ પરથી પડી ગયો લાલુનો દીકરો તેજપ્રતાપ યાદવ, જુઓ વીડિયો

Continues below advertisement

પટણાઃ રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તથા બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજપ્રતાપ યાદવ રાજધાની પટણામાં સાઇકલ રેલી દરમિયાન અચાનક નીચે પડી ગયા હતા. જોકે, તેજપ્રતાપ યાદવને કોઇ ઇજા પહોંચી નહોતી. અને બાદમાં સાઇકલ ઉઠાવીને પોતાના સમર્થકો સાથે ચાલવા લાગ્યા હતા. વાસ્તવમાં આજે સવારે તેજપ્રતાપ યાદવ સાઇકલ યાત્રા પર નીકળ્યા હતા.

 તેજપ્રતાપ યાદવ પોતાના સમર્થકો સાથે સાઇકલ યાત્રા પર નીકળ્યા હતા તે દરમિયાન અચાનક તેઓ પોતાની સાઇકલને ઝડપી ચલાવવા લાગ્યા હતા. થોડા દૂર સુધી ઝડપી ચલાવ્યા બાદ પોતાની સાઇકલ ધીમી કરી પરંતુ અચાનક તેમની સાઇકલની આગળ પોલીસની ગાડી આવી જતા તેજપ્રતાપ યાદવ સાઇકલ પરથી પડી ગયા હતા. જોકે, તરત ત તેમના સુરક્ષાકર્મીઓએ તેમને હાથ પકડી ઉભા કર્યા હતા.  યાત્રા અગાઉ મીડિયા સાથેની વાતચીતમાં તેજપ્રતાપ યાદવે કહ્યું હતું કે, પેટ્રોલ-ડિઝલના ભાવ વધી ગયા છે. એટલા માટે હવે સાઇકલ ચલાવવી  જ સારી છે. આનાથી સ્વાસ્થ્ય સારુ રહેવામાં મદદ મળશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram