ભરૂચઃ અંકલેશ્વરમાં એક મકાનમાંથી 3 કરોડ 50 લાખની લૂંટ, લૂંટારા CCTVમાં કેદ
ભરૂચઃ અંકલેશ્વર જીઆઇડીસીમાં ગુરુકૃપા સોસાયટીમાં એક મકાનમાંથી 3 કરોડ 50 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. લૂંટારાઓએ રાદરિયા પરિવારને અજાણ્યો પદાર્થ સુંઘાડી લૂંટને આપ્યો અંજામ આપ્યો હતો. ચાર જેટલા લૂંટારાઓ ઘરમાં હાજર મનસુખ રાદરિયા, તેમની પત્ની અને પુત્રને ઘેની પદાર્થ સુંઘાડીને લૂંટ કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. લૂંટ કરી ફરાર થતા ચાર લૂંટારાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. પોલીસે સીસટીવી ફૂટેજ જોઇ તપાસ શરૂ કરી હતી.