વિન્ડીઝનો 160 કિલો વજનનો આ ક્રિકેટર ઉભાં ઉભાં ફટકારે છે સિક્સર, 6 સિક્સર ફટકાર્યા પછી થાકી જતાં થયો રીટાયર્ડ આઉટ

Continues below advertisement
વિશ્વના સૌથી ભારે ભરખમ ક્રિકેટર રહકીમ કોર્નવોલે કેરેબિયન પ્રીમિયર લીગ 2017માં પોતાની શાનદાર બેટિંગથી બધાને પોતાના ચાહક બનાવી દીધા છે. સીપીએલમાં ગુરુવારે રમાયેલ મેચમાં રહકીમે સેન્ટ લૂસિયા સ્ટાર્સ માટે માત્ર 44 બોલમાં છ છગ્ગા અને સાત ચોગ્ગા ફટકારીને અણનમ 78 રન બનાવ્યા હતા. જોકે કોર્નવોલની આ તોફાની બેટિંગ કરવા છતાં તેની ટીક સેન્ટ લૂસિયા 29 રને મેચ હારી ગઈ હતી. મેચ હારવાનું કારણ પણ રસપ્રદ છે.

જીત માટે 196 રનનો ટાર્ગેટનો પીછો કરતાં 6.5 ફુટ લાંબા અને 153 કિલો વજન ધરાવતા કોર્નવોલે એક બાજુ પડતી વિકેટોની વચ્ચે પણ 44 બોલમાં 78 રનની ઇનિંગ રમી. માત્ર 26 બોલમાં ટી20માં પોતાની પ્રથમ હાફ સેન્ચુરી ફટકારી. પરંતુ અચાનક પેટ ઉપર બોલ લાગતા તેને રિટાયર્ડ હર્ટ થતાં મેદાનની બહાર જવાનો નિર્ણય કર્યો જે સેન્ટ લૂસિયા માટે ભારે પડ્યો. કોર્નવોલ 18મી ઓવરમાં માત્ર એક બોલનો સામનો કર્યા બાદ મેદાન છોડવાનો નિર્ણય કર્યો. જોકે ભારે ભરખમ શરીરને હોવાને કારણે તે ઝડપથી થાકી જતો હતો જેના કારણે પણ તેણે મેદાન બહાર જવાનો નિર્ણય કર્યો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram