રાજકોટના ત્રણ યુવકોએ સચિન માટે બનાવ્યું સોંગ, ઇન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધૂમ, જુઓ વીડિયો
રાજકોટઃ ‘સચિન ધ બિલિયન ડ્રિમ્સ’ ફિલ્મ રીલિઝ થઇ ગઇ છે. રાજકોટના ત્રમ સંગીત પ્રિય મિત્રોએ સચિન માટે વીડિયો સોંગ તૈયાર કર્યું છે. રાજકોટના જ મેહુલ ત્રિવેદી, રાજીવ શ્રીમાળી અને ભાવિન પરમાર એ આ સોંગ તૈયાર કર્યુ છે. આ સોંગનુ ટાઇટલ '' ધ સચીન સોંગ'' છે. જેને ઇન્ટરનેટ પર ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે. રાજીવ શ્રિમાળીએ ગીત લખ્યું છે જ્યારે મેહુલ ત્રિવેદીએ સંગીત આપ્યુ છે. બેન્ડનું નામ ''ધ રિવર્બ્સ બેન્ડ'' છે.