10 વર્ષ પહેલા આજના દિવસે જ યુવરાજ સિંહે છ બોલમાં ફટકારી હતી છ સિક્સ, જુઓ Video
Continues below advertisement
ભારતીય ક્રિકેટર યુવરાજસિંહે 10 વર્ષ પહેલા આજના દિવસે (19 સપ્ટેમ્બરે) એ કારનામું કર્યું હતું જે ક્રિકેટના ઈતિહાસમાં તેની પહેલા માત્ર ત્રણ બેટ્સમેન જ કરી શક્યા હતા. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ દક્ષિણ આફ્રીકાના ડરબનમાં રમાયેલ ટી-20 મેચમાં યુવરાજે એક ઓવરમાં છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા. 19 સપ્ટેમ્બર 2007ના રોજ રમાયેલ આઈસીસી વર્લ્ડ ટી-20ના આ પ્રથમ મેચમાં યુવરાજે સ્ટુઅર્ટ બ્રોડની બોલિંગમાં છ છગ્ગા ફટકાર્યા હતા. ભારતે આ મેચ 18 રને જીતી હતી. યુવરાજે જ્યારે છ સિક્સર ફટકારી ત્યારે કોમેન્ટ્રી બોક્સમાં રવી શાસ્ત્રી હતા જે આ પહેલા આ કારનામું કરી ચૂક્યા હતા. ટી-20માં છ બોલમાં છ છગ્ગા ફટકારનાર યુવરાજ પ્રથમ બેટ્સમેન છે.
Continues below advertisement