શું રેલવેમાં ટોઇલેટના પાણીથી બને છે ચા-કોફી?, આ વીડિયો જોઇને લાગી જશે આઘાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ રેલવેની મુસાફરી દરમિયાન તમે ચા-કોફી પીવો છો તો આ વીડિયો જોવો તમારા માટે ખૂબ જરૂરી છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં રેલવેના વેન્ડરો ચા બનાવવા માટે ટોઇલેટના પાણીનો ઉપયોગ કરતા દેખાઇ રહ્યું છે. આ વીડિયો વાયરલ થતાં લોકોના હોશ ઉડી ગયા છે. આ ઘટના પર રેલવે તરફથી કાર્યવાહી કરવામાં આવી છે. રેલવે વેન્ડર પર એક લાખ રૂપિયાનો દંડ ફટકારી દીધો છે.
રેલવેના મતે આ વીડિયો ગયા વર્ષના ડિસેમ્બરનો છે. ટૉઇલેટના પાણીથી ચા બનાવવાની ઘટના હૈદરાબાદના સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર ચેન્નાઇ સેન્ટ્રલ-હૈદરાબાદ ચારમીનાર એક્સપ્રેસમાં બની હતી.