UP: લોકોને ભરી મેળામાં જતાં ટ્રેક્ટરે સાઇડ કાપવાં જતાં મારી પલટી, વીડિયો શ્વાસ થઈ જશે અધ્ધર
મોરાદાબાદઃ યુપીના મોરાદાબાદમાં મેળો જોવા જતાં ટ્રેક્ટરને અકસ્માત નડ્યો છે. ખીસોખીસ લોકોને ભરીને ટ્રેક્ટર મોરાદાબાદ જઈ રહ્યું હતું, ત્યારે રસ્તામાં અન્ય ટ્રેક્ટરની ટ્રક કાપવા જતાં વળાંકવાળા રસ્તા પર ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં ટ્રેક્ટર પલટી મારી ગયું હતું. ટ્રેક્ટરનો અકસ્માત થતાં ચીચરીયાઓથી આખો રોડ કાંપી ઉઠ્યો હતો. આ ઘટનામાં 15થી વધુ લોકોને ઇજા થઈ હતી. આસપાસથી દોડી આવેલા લોકોએ તેમને ટ્રોલી નીચેથી બહાર કાઢ્યા હતા અને તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ બે લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે.