આણંદ એક્સપ્રેસ હાઈ-વે પર કાર નદીમાં ખાબકી, ત્રણ ડૂબ્યા, બેના મોતથી અરેરાટી
આણંદઃ વડોદરાથી અમદાવાદ આવી રહેલા એક પરિવારને અકસ્માત નડ્યો છે. પરિવાર કાર લઈને આવી રહ્યો હતો, ત્યારે આણંદ એક્સપ્રેસ પર ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા મહી નદીની કેનાલમાં કાર ખાબકી હતી. કારમાં સવાર ત્રણ લોકો ડૂબી ગયા હતા, જેમાંથી બેના મોત નીપજ્યા છે. તેમની લાશ પણ મળી આવી છે. અન્ય એકની શોધખોળ ચાલું છે. આ પરિવાર અમદાવાદ ખાતે મકાનની પૂજા માટે આવી રહ્યો હતો, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.