અમરેલીઃ સ્કૂલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સિક્યુરિટી ગાર્ડે હવામાં કર્યું ફાયરિંગ, જુઓ વીડિયો
અમરેલીઃ લીલીયામાં પ્રકૃતિ વિદ્યાલયના ઉદઘાટન સમારોહમાં બાળકો સ્ટેજ પર પર્ફોર્મન્સ કરી રહ્યા હતા તે સમયે સિક્યોરિટી ગાર્ડ દ્વારા હવામાં ફાયરિંગ કરાયું હતું. તેણે 2 રાઉન્ડ હવામાં ફાયરીંગ કર્યું હતું. ત્યારે આ મામલે પગલા ભરવા માટે લોકમાંગ ઉઠી છે. ચાલુ કાર્યક્રમમાં સિક્યુરિટી ગાર્ડે હવામાં ફાયરિંગ કરતા વિદ્યાર્થીઓ અવાચક થઈ ગયા હતા. આ સમયે મામલતદાર, જીલ્લા શિક્ષણાધિકારી અને ટીડીઓ પણ હાજર હતા.