બારડોલીઃ તાપી નદીમાં ન્હાવા પડેલા બે યુવકોના ડૂબી જવાથી મોત, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતઃ બારડોલીના વાઘેચા ગામે આવેલ તાપી નદીમાં ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જતાં મોત થયા છે. બંને યુવકો રવિવારની રજા હોઈ ફરવા માટે આવ્યા હતા અને તાપી નદીમાં ન્હાવા પડ્યા પછી ડૂબી જતાં બંનેના મોત થયા હતા. બારડોલી ફાયર ટીમ દ્વારા યુવાનોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. બંને યુવાનો લીંબાયત નજીક મીઠી ખાડી વિસ્તાર તેમજ ઓમનગરના હોવાનું બહાર આવ્યું છે.
Continues below advertisement