સરકારી અધિકારી યુવકને બોનેટ પર લટકાવી ચાર કિલોમીટર સુધી ચલાવતો રહ્યો કાર, જુઓ વીડિયો
Continues below advertisement
બરેલી: ઉત્તરપ્રદેશની બરેલીમાં ગ્રામજનોને શૌચાલયની ફરીયાદ કરવું ભારે પડ્યું. બીડીઓની ગાડી રોકવા ગ્રામજનોએ પ્રયાસ કર્યો હતો તેમાં એક ગ્રામીણે ગાડી આગળ આવી ગયો હતો પણ કાર રોકી નહીં અને આ ગ્રામીણે બચવા માટે કારના બોનેટને પકડી લીધું હતું પણ બીડીઓએ કાર ઊભી રાખી નહીં અને કારની સ્પીડ વધારી દીધી. લગભગ ચાર કિલોમીટર સુધી કાર હંકારી ગયા બાદ ઊભી રાખી હતી ત્યારે તે ગ્રામીણ નીચે ઉતર્યો હતો.
આ ઘટના બરેલીના રામનગર બ્લોકના ગામની છે. ગામમાં 105 શૌચાલયોનું નિર્માણ માટે લાભાર્થીઓના નામ પસંદગી થયા હતા. તેમાં 70 લોકોનેજ શૌચાલય બનાવી આપ્યા હતા. તે પણ માપ્યા વગરના. તેને લઈને શૌચાલય નિર્માણનો આગલો હપ્તો મોકલવામાં આવ્યો નથી. બુધવારે ગામના લોકોએ રકમ જારી કરવા અને નિર્માણ નહીં કરવા પર હોબાળો શરૂ કરી દીધો હતો. હોબાળો વધી જતા બીડીઓ પંકજ કુમાર ત્યાંથી ભાગી ગયા હતા.
બીડીઓ સામે પોતાની માંગને લઈને તેની ગાડીને ગ્રામજનોએ રોકવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે એક ગ્રામીણે બીડીઓની ગાડી આગળ આવી ગયો હતો પણ ગાડી ઊભી ન રાખતા તેણે ગાડીના બોનેટને પકડી લીધી છે. અને ચાર કિમી સુધી બોનેટ સાથે લટકીને ગયો હતો.
આ ઘટનાને ગ્રામજનોમાં ભારે આક્રોશ સાથે બીડીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે આંવલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને ભારે હોબાળો કર્યો હતો.
Continues below advertisement