વડોદરાઃ સુરજ શાહના અપહરણ-હત્યા કેસમાં અણધાર્યો વળાંક, શાહને બદલે બીજા કોઈના અંતિમસંસ્કાર કરી નાંખ્યા
Continues below advertisement
વડોદરાઃ શહેરના ચકચારી સુરજ શાહ અપહરણ અને હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે સુરજ શાહની બોડી પરિવારને આપી હતી અને જેના અંતિમસંસ્કાર કરાયા તે તેમની ન હોવાનું સામે આવ્યું છે. સુરજ શાહની બોડી હાલોલ ખાતેની નર્મદા કેનાલમાંથી મળતા વિવાદ સર્જાયો છે. બે દિવસ પહેલા વાઘડિયાના ચીપડ ગામની કેનાલમાંથી મળેલી ડેડ બોડી સુરજ શાહની હોવાનું માની પોલીસે બોડી પરિવારને સોંપી હતી, જેના અંતિમસંસ્કાર પણ કરી દેવાયા છે. જોકે હત્યારા એડવોકેટ વિજય રોહિતે સુરજ શાહની બોડીને પગે દોરી અને પથ્થરથી બાંધી નર્મદા કેનાલમાં નાંખી હતી. ટી શર્ટ પહેરેલા સુરજની બોડી પગે દોરી બાંધેલી હાલતમાં હાલોલ નર્મદા કેનાલમાંથી મળી આવી છે. કારેલીબાગ પોલીસનું માનવું છે કે આરોપીઓના વર્ણન પ્રમાણે બોડી સુરજ શાહની જ હોય શકે છે. ડીકમ્પોઝ થયેલી બોડીનું ફોરેન્સિક કરાશે.
Continues below advertisement