વડોદરાના DYSPએ મીડિયાકર્મીઓ સાથે કરી કેવી બદતમીઝી? જુઓ વીડિયો

Continues below advertisement
વડોદરાઃ વડોદરાના વડુ પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીએ મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હોવાની ઘટના સબની છે. પાદરાના મુવાલ ગામે ભાજપ અને કોંગ્રેસના આગ્રણીઓ વચ્ચે માથાકુટ સંદર્ભે કવરેજ માટે પત્રકારો અને કેમેરામેન પાદરા પહોંચ્યા હતા. ત્યારે તેમણે કવરેજ કરવા આવેલા મીડિયાકર્મીઓને ધક્કે ચઢાવ્યા હતા, જેથી મામલો બીચક્યો હતો. પત્રકારોએ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માગ કરી છે. ડીવાયએસપી જયદિપ સરવૈયા અચાનક જ ભાન ભૂલી ગયા હોય તેમ અકળાઈને મીડિયા તરફ હાથ દોરી ત્યાંથી જતા રહેવા માટેનું કહેતા ઘસી આવ્યા હતા. તેમણે રીતસરના પત્રકારોને ધક્કા માર્યા હતા. આ પ્રકારનું વર્તન થતાં મીડિયાકર્મીઓએ ઉગ્ર રજુઆત કરી હતી. ત્યારે ત્યાં ઉપસ્થિત અન્ય પોલીસકર્મીઓએ વચ્ચે આવી તુરંત મામલો ઠંડે પાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો. મીડિયાકર્મીઓએ આ મામલે અધિકારી માફી માગે તેવી જિલ્લા પોલીસ વડાને રજુઆત કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram