વડોદરાઃ ત્રણ માળનું બિલ્ડિંગ ધરાશાયી, ફાયર બ્રિગેડે બાળકને બચાવતા લોકોએ કર્યો હર્ષોલ્લાસ
વડોદરાઃ ગઈ કાલે વડોદરામાં એક ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જેમાં કાટમાળમાં ઘરના પાંચ સભ્યો દટાયા હતા. સ્થાનિકો અને ફાયર બ્રિગેડ દ્વારા બચાવકામગીરી કરી તમામને બહાર કાઢ્યા હતા. જોકે, એક વ્યક્તિનું મોત થયું છે. નાના બાળકને બચાવતાં લોકોએ તાળીઓ પાડી હર્ષોલ્લાસ સાથે કામગીરીને વધાવી હતી.