કેરળઃ કોચ્ચીમાં પૂરમાં ફસાયા વડોદરાના બે વિદ્યાર્થીઓ, પરિવારજનો ચિંતિત

વડોદરા: કેરળના કોચ્ચીમાં ભારે વરસાદને કારણે વડોદરાના બે વિદ્યાર્થીઓ ફસાઇ ગયા છે.  કોચ્ચી શહેરમાં સાઉન્ડ એન્જિનીયરીંગનો અભ્યાસ કરવા માટે ગયેલા શહેરના બે સ્ટુડન્ટો વિનાશક પૂરમાં ફસાઇ જતાં પરિવારજનો ચિંતાતૂર બન્યા છે. પૂરમાં ફસાયા હોવાના કારણે છેલ્લા પાંચ દિવસથી પાણી અને અન્નનો દાણો ખાધો નથી.મળતી જાણકારી અનુસાર, અમિત નગર સર્કલ પાસે મૃંદગ સોસાયટીમાં રહેતો ભૌમિક પ્રવિણભાઇ રાજ અને જુના પાદરા રોડ ઉપર રહેતો પરિક્ષીત જયભાઇ પંડ્યા  કેરલના કોચી શહેરમાં સાઉન્ડ એન્જિનીયરીંગનો અભ્યાસ કરી રહ્યા છે.

ભૌમિકના માતા ભાવનાબહેન અને પિતા પ્રવિણભાઇએ જણાવ્યું હતું કે, છેલ્લા 5 દિવસથી પુત્ર અને તેનો મિત્ર ભારે મુસીબતમાં છે. વીજ પુરવઠો ન હોવાના કારણે તેઓ તેમનો મોબાઇલ ફોન પણ ચાર્જ કરી શકતના નથી. આથી તેઓ અમારો અને અમે તેમનો સંપર્ક કરી શકતા નથી.કોચ્ચી શહેરમાં ફસાયેલ અમારા પુત્ર ભૌમિક રાજ અને તેના મિત્ર પરિક્ષીત પંડ્યાને મદદરૂપ થવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola