Video: માસૂમ બાળકી સાથે પ્લેગ્રુપમાં હેવાનિયત, આયાએ માર્યો ઢોર માર

Continues below advertisement

મુંબઈ: નવી મુંબઈમાં એક બાળક સાથે હેવાનિયતનો મામલો સામે આવ્યો છે. અહીંના એક પ્લે ગ્રુપમાં 10 મહિનાની માસૂમ બાળકી સાથે મારપીટ કરવામાં આવી છે. અને આ આખો મામલો સીસીટીવી કેમરામાં કેદ થઈ ગયો છે. જેને જોઈને તમે કંપી જશો. પોલીસ પણ આ મામલે સક્રિય થઈ ગઈ છે.  

વીડિયોમાં જોઈ શકાય છે કે આયા નાસિર શેખ માસૂમ બાળકીને પટકી-પટકીને મારી રહી છે. બાળકીના માથામાં અંદર ગંભીર ઈજાઓ પહોંચી છે. અને દવાખાનામાં તેની સારવાર ચાલુ છે. આ મામલે પૂર્વા પ્લે સ્કૂલના માલિક પ્રિયંકા નિકમ અને અફસાના નાસિર શેખની ધરપકડ કરવામાં આવી છે.

જેમાં પ્રિયંકા નિકમને આજે જામીન મળી ગયા છે. જ્યારે આયા અફસાનાને 14 દિવસની કસ્ટડીમાં રાખવામાં આવી છે. આ ઘટના 21 નવેમ્બરની છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે અફસાનાએ ક્યા કારણોસર આ ઘૃણાસ્પદ હરકત કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram