Video: લગ્ન સમારોહમાં કીર્તીદાન પર થયો નોટોનો વરસાદ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ: નવસારી જિલ્લાના એક ગામમાં એનઆરઆઈ પટેલ પરિવારના લગ્ન સમારોહમાં લોકપ્રિય ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી પર લાખો રૂપિયાની નોટો વરસાવી હતી. પટેલ પરિવારના આ કાર્યક્રમમાં કિર્તીદાન ગઢવી પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.
જાણવા મળતી જાણકારી અનુસાર, નવસારીના લાખણપોર ગામના નગીનભાઈ નારણજીભાઈનો પટેલ પરિવાર અમેરિકાથી પોતાની દીકરીના લગ્ન કરાવવા વતન આવ્યા હતા. 26 તારીખે યોજાનાર આ લગ્ન સમારોહ અંતગર્ત ગઈ કાલે રાત્રે પ્રખ્યાત ગાયક કલાકાર કિર્તીદાન ગઢવીનો ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરાની રંગતમાં લગ્નમાં આવેલા મહેમાનોએ સહિતના લોકોએ કીર્તિદાન તેમજ દુલ્હન ભૂમિ અને વરરાજા આકાશ પર નોટોનો વરસાદ કર્યો હતો.
Continues below advertisement