દારૂના નશામાં પિતાએ 3 વર્ષના પુત્રના કર્યા આવા હાલ, Video જોઇ ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
હૈદરાબાદ: દારૂના નશામાં કેટલાંક લોકો એવા ધૂત થઇ જાય છે કે પછી તેમને કંઇ સૂઝતું નથી અને કંઇ પણ કરતાં ખચકાતા નથી. આવી ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ આજે એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈ તમે બે ઘડીથી ચોંકી જશો. હૈદ્રાબાદમાં એક શખ્સે દારૂના નશામાં પહેલાં પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો અને પછી તેનો ગુસ્સો શાંત ના તયો તો તેના ત્રણ વર્ષના બાળકને પછાડી-પછાડીને ઢોર માર મારે છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે ગુસ્સામાં આવેલા બાપે માતાના ખોળામાંથી બાળકને છીનવી લીધું અને પછી રિક્ષાની સામે જ તેને પછાડવા લાગે છે. તે સમયે બાળકની માતા અને કેટલાંક આડોશી-પાડોશી તેને બચાવાની કોશિષ કરી રહ્યાં છે. લોકોને નજર અંદાજ કરીને સતત તેના બાળકને માર મારે છે.