Samsungનો સ્માર્ટફોન ફાટ્યો શર્ટના ખિસ્સામાં, વીડિયો થયો વાયરલ
સોશિયલ મીડિયા પર સેમસંગનો એક સ્માર્ટફોન બ્લાસ્ટ થયો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પણ આ ડિવાઈસ ગેલેક્સી નોટ 7 નથી, સેમસંગ ગ્રાન્ડ Duos છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, 47 વર્ષીય એક હોટલ સુપરવાઈઝર યૂલિઆંતો ઈન્ડોનેશિયામાં હોટલની લૉબીમાં કોઈની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે તેમને શર્ટના ખીસ્સામાં કંઈક સળવળાટ અનુભવાયો. તેમણે જેવો ખીસ્સામાં હાથ નાંખ્યો, એક ધમાકો થયો. તેમનો શર્ટ સળગી ઉઠ્યો.