Video: 'દાંડિયા ક્વિન' ફાલ્ગુની પાઠકે મુકેશ-નીતા અંબાણીની એંટ્રી પર ગાયુ આ ગુજરાતી ગીત, આવો હતો માહોલ
Continues below advertisement
મુંબઈ: જયપુરમાં 27 નવેમ્બરના રોજ મુકેશ અંબાણીના ખાસ ફ્રેન્ડ મનોજ મોદીની દીકરી ભક્તિ મોદીના લગ્ન તેજસ ગોયન્કા સાથે રામબાગ પેલેસમાં થયા હતાં. જેમાં અંબાણી પરિવાર શામેલ થયો હતો.
26 નવેમ્બરના રોજ રાજમહલ પેલેસમાં સંગીત સેરેમની યોજાઈ ગઈ હતી. સંગીતમાં ફાલ્ગુની પાઠક તથા અરિજીત સિંહે પર્ફોમન્સ આપ્યું હતું.. ફાલ્ગુની પાઠકના ગરબા પર મહેમાનો તથા વરવધૂ સહિત તમામે ગરબા રમ્યાં હતાં. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
મનોજ મોદી અને મુકેશ મોદી ખાસ ફ્રેન્ડ હોવાથી આ લગ્નમાં અનિલ અંબાણી, તેમના પત્ની ટિના અંબાણી તથા માતા કોકિલાબેન ખાસ હાજર રહ્યાં હતાં.
Continues below advertisement