ચીનની લુખ્ખાગીરીઃ લડાખમાં ઘૂસીને ચીનના સૈનિકોએ ભારતીય સૈનિકો સાથે કરી છૂટા હાથની મારામારી
Continues below advertisement
નવી દિલ્હીઃ ડોકલામમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા તણાવ વચ્ચે 15 ઓગસ્ટના રોજ લદ્દાખના પાનગોંગ ઝીલ કિનારે ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે થયેલા છૂટ્ટા હાથની મારામારીનો એક વીડિયો વાયરલ થયો છે. લદ્દાખમાં ચીની સૈનિકોની સાથે ભારતીય સૈનિકો વચ્ચે મારામારી થઇ હતી.
કહેવામાં આવી રહ્યું છે કે પાનગોંગ ઝીલ નજીક 15 ઓગસ્ટના રોજ સવારે સાડા સાત વાગ્યે આ ઘટના બની હતી. ચીની સૈનિકો ભારતીય સરહદમાં ઘૂસી આવતા બંન્ને વચ્ચે મારામારી થઇ હતી એટલું જ નહી ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો પર પથ્થરમારો કર્યો હતો જેનો ભારતીય સૈનિકોએ વળતો જવાબ આપતા ચીની સૈનિકો ભાગી ગયા હતા.
Continues below advertisement