રણજી ફાઈનલમાં ગુજરાતના ખેલાડીએ દર્શકનો ફોન આંચકીને નીચે ફેંકી દીધો, કોણે કરી આ બદતમીઝી ? જુઓ વિડીયો
નવી દિલ્લી: હોલકર સ્ટેડિયમમાં શુક્રવારે ફાસ્ટ બોલર રૂદ્રપ્રતાપ સિંહે એક ફેનનો મોબાઈલ ફોન છીનવીને ફેંકી દીધો હતો. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી.
આ ઘટના મુંબઈ-ગુજરાત વચ્ચેની રણજી ફાઈનલના ચોથા દિવસે થઈ હતી.
આ વીડિયોમાં આરપી સિંહ બાઉંડ્રી પાસે ફિલ્ડીંગ માટે ઉભો છે. જે એક ફેન પાસે જાય છે. આ ફેન જે એક બાળક હોય તેમ લાગે છે, તે પોતાનો હાથ ફેન્સિંગ માંથી લંબાવે છે. વીડિયોમાં સંભળાય છે કે, ‘ફોટો પ્લીઝ, એક સેલ્ફી લેલો. અબ તુમ્હે ગુજરાત કો સપોર્ટ કરના પડેગા.’
આ વાતથી ગુસ્સે થયેલા આરપી સિંહ તેના હાથમાંથી સ્માર્ટફોન ખેંચીને ફેંકી દે છે. અહેવાલ અનુસાર આ બીજી એવી ઘટના છે જ્યાં આરપી આ રીતે ઓન ફિલ્ડ ગુસ્સે થયો હતો. આ પહેલા તેણે એક ફેન સામે અશ્લીલ ઈશારો કર્યો હતો.
32 વર્ષીય આરપી સિંહે ભારત તરફથી 14 ટેસ્ટ મેચ રમી છે. 58 ઓડીઆઈ, 10 ટી-20 પણ રમી છે. 2007માં ICC વર્લ્ડ ટી-20માં આરપી સિંહનો મહત્વનો ફાળો રહ્યો હતો.