કોંગ્રેસમાં ખળભળાટઃ બળવંતસિંહ-તેજશ્રીબેન પછી ધારાસભ્યપદેથી પી.આઇ. પટેલનું પણ રાજીનામું

Continues below advertisement
ગાંધીનગરઃ કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસના દંડક એવા બળવંતસિંહ રાજપૂત અને વિરમગામના ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે આજે રાજીનામું આપી દેતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ત્યારે હવે વીજાપુરના ધારાસભ્ય પી.આઇ. પટેલે પણ રાજીનામું આપી દેતાં કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે.

બળવંતસિંહ રાજૂપત સિધ્ધપુરના ધારાસભ્ય છે. તેમની સાથે વિરમગામના ધારાસભ્ય તેજશ્રીબેન પેટેલે પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. બંને ધારાસભ્યોએ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું. નોંધનીય છે કે, બળવંતસિંહ રાજપૂત શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહના વેવાઇ છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram