સુરતઃ મા-બાપના ઝઘડાનો ભોગ બની રહ્યો છે માસૂમ, માતા જ દોરડાથી બાંધી મારી રહી છે માર, જુઓ વીડિયો

સુરતઃ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા રાધેશ્યામ નામના વ્યક્તિ પર બે દિવસ પહેલા એક વીડિયો આવ્યો હતો. આ વીડિયોમાં એક બાળકને દોરડાથી બાંધીને માર મારવામાં આવી રહ્યો હતો. આ બાળક કોઇ અન્ય નહી પરંતુ રાધેશ્યામનો પુત્ર હતો. રાધેશ્યામના ચાર વર્ષ અગાઉ ડિવોર્સ થયા હતા. તેનો પુત્ર તેની માતા સાથે રહે છે. બાળકને માર મારતો વીડિયો મોકલી તેની પત્ની રાધેશ્યામ પાસે રૂપિયાની માંગણી કરે છે. આ મામલે પોલીસ ફરિયાદ કરવા રાધેશ્યામ લિંબાયત પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો જ્યાં પોલીસની હદનું બહાનું કરી લિંબાયત પોલીસે તેને ડિંડોલી મોકલી દીધો હતો ત્યાં પણ ડિંડોલી પોલીસે ફરિયાદ ના લઇને કાઢી મુક્યો હતો. હાલમાં એક પિતા પોતાના દીકરાને ન્યાય અપાવવા ભટકી રહ્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola