વિરાટ નહીં, પરંતુ શિખર ધવને ‘ભાભી અનુષ્કા’ સાથે લગાવ્યા ઠુમકા, જુઓ VIDEO
નવી દિલ્હીઃ ગીત વાગી રહ્યું હતું ‘મૌજા હી મૌજા’ અને ડાન્સ ફ્લો પર વિરાટની પત્ની અનુષ્કા શર્મા અને સામે ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન શિખર ધવન સાથે ઠુમકા લગાવી રહી હતી. હાં, ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનું ગુરુવારે દિલ્હીમાં રિસેપ્શન હતું. આ અવસર પર પ્રધાનમંત્રી મોદીથી લઈને મોટી હસ્તિઓ આવી પહોંચી હતી. પરંતુ આ બધામાં સૌથી રસપ્રદ વાત એ હતી કે અનુષ્કા શર્માએ પોતાના રિસેપ્શન પર ખૂબ ડાન્સ કર્યો. એટલું જ નહીં, પરંતુ ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન શિખર ધવન પણ રિસેપ્શનમાં આવ્યો હતો અને ભાભી અનુષ્કા સાથે ખૂબ ઠુમકા લગાવ્યા હતા.