રાષ્ટ્રગીત વખતે ચ્યૂઈંગમ ચાવી રહ્યો હતો વિરાટ કોહલી! જુઓ Video
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મેચ પહેલા દિવસે રાષ્ટ્રીયગીત દરમિયાન ચ્યૂઈંગમ ચાવતો દેખાયો હતો. વરસાદને કારણે કોલકાતાના ઈડન ગાર્ડન મેદાન પર મેચ મોડી શરૂ થઈ હતી. લન્ચ સુધી ટોસ ઉછળ્યો ન હતો. ટોસ ભારતીય સમય દમિયાન બપોરે 1 વાગ્યે ઉછળી શક્યો હતો. શ્રીલંકાએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે કોહલી ચ્યૂઈંગમ ચાવી રહ્યો છે, જ્યારે બેકગ્રાઉન્ડમાં રાષ્ટ્રગીત વાગી રહ્યું છે. રાષ્ટ્રગીતના સમયે સાવધાનની મુદ્રામાં રહેવું તેવો નિયમ હોય છે.