વિરાટ કોહલીએ કેટલા સેકન્ડમાં પુરા કર્યા ત્રણ રન? વીડિયો જોઇ ચોંકી ઉઠશો
મુંબઇઃ આઇપીએલમાં અત્યાર સુધી રોયલ ચેલેન્જર્સ બેગ્લોરનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીની ખરાબ પ્રદર્શનને કારણે લોકો ટીકા કરી રહ્યા છે. આજે સાંજે આરસીબી અને કોલકત્તા ટકરાશે તે અગાઉ વિરાટ કોહલીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે પોતાના ફેન્સને એક ટાસ્ક પુરો કરવાની ચેલેન્જ આપે છે.
વીડિયોમાં તે પોતાના ફેન્સને ઓછા સમયમાં ત્રણ રન પુરા કરવાની ચેલેન્જ આપે છે. આ દરમિયાન કોહલીએ કહ્યું કે, જે કોઇ પણ ઓછા સમયમાં ત્રણ રન પુરા કરશે તેને પ્રાઇઝ આપવામાં આવશે. તે સિવાય કોહલીએ મનદીપ સિંહને પણ આ ટાસ્ક પુરો કરવાની ચેલેન્જ આપી હતી.