ધોનીએ પત્નિના આદેશથી કરવો પડ્યો ડાન્સ, સાક્ષી હસીને થઈ ગઈ લોટપોટ
રાંચીઃ ન્યૂઝિલેન્ડ સામેની સીરિઝ ખત્મ થયા બાદ ટીમ ઇન્ડિયાના તમામ ખેલાડીઓ ઘરે પાછા ફરી ચૂક્યા છે. શ્રીલંકા સામે સીરિઝ શરૂ થાય તે અગાઉ ભારતીય ક્રિકેટરો પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે. ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતાની પત્ની સાક્ષી અને બેટી જીવા સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યો છે.
આ વચ્ચે ડાન્સ કરતા ધોનીનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સાક્ષી પણ જોવા મળી રહી છે. તે ધોનીને ડાન્સ કરવા કહે છે. ધોની પણ પત્નીની ઇચ્છા પુરી કરવામાં પાછો પડતો નથી. ધોની ‘દેશી બોયઝ’ ફિલ્મના ગીત ‘ઝક મારકે’ પર ડાન્સ કરી રહ્યો છે.