કટપ્પાએ રાજમાતા શિવગામીના કહેવા પર બાહુબલીને કેમ માર્યો?, અમદાવાદી દર્શકોએ કર્યો ખુલાસો
અમદાવાદઃ બે વર્ષની રાહ જોયા બાદ આખરે લોકોને એ સવાલનો જવાબ મળી ગયો છે કે આખરે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો છે. આ ફિલ્મ બાહુબલી-2 રીલિઝ થઇ ગઇ છે. અમદાવાદમાં દર્શકો ફિલ્મનો પ્રથમ શો જોઇને બહાર આવ્યા હતા ત્યારે એબીપી અસ્મિતાએ દર્શકો પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો હતો કે આખરે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો હતો.
દર્શકોના મતે આ ફિલ્મ ભારતના ફિલ્મી ઇતિહાસની સૌથી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થશે. કટપ્પાએ રાજમાતા શિવગામીના કહેવા પર બાહુબલીને માર્યો હતો. ભલ્લાદેવે કાવતરુ રચે છે અને તેમાં રાજમાતાને સામેલ કરી બાહુબલીને મારવા માટે કટપ્પાને મજબૂર કરે છે.