સચિનની ફિલ્મ પ્રિમિયરમાં કેમ રહ્યો ગેરહાજર, સહેવાગે જણાવ્યું રસપ્રદ કારણ

Continues below advertisement

મુંબઇઃ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની બાયોપિક ફિલ્મ સચિનઃ અ બિલિયન ડ્રિમ્સ આજે રીલિઝ થઇ ગઇ છે. ફિલ્મના રીલિઝ અગાઉ સચિન તેંડુલકરે ભારતીય ટીમના તમામ ખેલાડીઓ માટે  ફિલ્મનું પ્રિમિયર યોજ્યું હતું. આ પ્રિમિયરમાં ભારતના તમામ ખેલાડો હાજર રહ્યા હતા. જ્યારે સચિનના ખાસ મિત્ર અને વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી.

વાસ્તવમાં સચિને ફિલ્મના પ્રિમિયર માટે વિરેન્દ્ર સહેવાગને આમંત્રણ આપ્યું હતું પરંતુ સેહવાગ પહોંચી શક્યો નહોતો. ત્યારબાદ સહેવાગે સફાઇ આપતા ટ્વિટર પર લખ્યું હતું કે, ગોડજી સચિન પ્રિમિયરનું આમંત્રણ મોકલ્યું હતું પરંતુ બીવી જી મુજે છુટ્ટી પર લે ગઇ. ગોડજી તો પ્રસાદ ચઢા કે માન જાતે હૈ લેકિન બીવીજી કહાં માનતી હૈ.

સહેવાગે કહ્યું કે, સચિનની ફિલ્મ બાળકોને પ્રેરણા આપશે. આ સંબંધમાં સહેવાગે 22 સેકન્ડનો એક વીડિયો પણ અપલોડ કર્યો છે. જેમે સહેવાગ કહી રહ્યો છે કે તેણે નોન-સ્ટ્રાઇકર એન્ડ પર ઉભા રહીને સચિનની બેટિંગ અનેકવાર જોઇ છે. ડ્રેસિંગ  રૂમમાં પણ સચિનની બેટિંગ જોઇ છે. હવે હું રૂપિયા ખર્ચીને મૂવી જોવા જઇશ. સહેવાગે કહ્યું કે, સચિનની ફિલ્મ બાળકોને જરૂર બતાવી જોઇએ કારણ કે આ ફિલ્મોથી બાળકોને પ્રેરણા મળશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram