સુરતઃ માતાએ પાંચ વર્ષના દીકરા સાથે 12માં માળેથી લગાવી મોતની છલાંગ, શું હતું કારણ? જુઓ વીડિયો
સુરતઃ પાલ-અડાજણમાં આવેલા સ્તૂતિ યુનિવર્સલ એપાર્ટમેન્ટના બારમાં માળેથી પાંચ વર્ષના દીકરા સાથે માતાએ કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ઘઈ છે. માતાએ પહેલા પાંચ વર્ષના દીકરાને નીચે ફેંકી દીધો હતો અને પછી પોતે પણ નીચે કૂદી ગઈ હતી. આ ઘટનાને કારણે આખા એપાર્ટમેન્ટમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. મૂળ હરિયાણાનો રામનિહારે નેન પરિવાર સાથે ભાડે રહે છે. આજે સવારે 8.30 વાગ્યે પત્ની ચંચળબેન પાંચ વર્ષના પુત્ર અનિકેતને લઈને 12માં માળે પહોંચી હતી. ત્યારબાદ પહેલાં પુત્રને નીચે ફેંક્યો હતો અને માતા પણ કૂદી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં ઘરકંકાસમાં આત્મહત્યા કર્યાનું જાણવા મળી રહ્યું છે.