બે માસૂમ છોકરીઓની છેડતી અને લુખ્ખાઓની અશ્લિલ હરકતો જોઇ ઉકળી ઉઠશે લોહી

Continues below advertisement

લખનઉઃ ઉત્તરપ્રદેશના રામપુરમાં જાહેરમાં બે યુવતીઓ સાથે છેડતી કરવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ બે યુવતીની છેડતીનો વીડિયો બનાવી ફેસબુક પર પોસ્ટ કરી દીધો હતો. વાયરલ થયેલા આ વીડિયોમાં યુવકો બે યુવતીઓની છેડતી કરતા જોવા મળી રહ્યા છે. ઘટના સામે આવ્યા બાદ પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.

 મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રામપુરના ટાંડા વિસ્તારમાં પોતાના મિત્રો સાથે જઇ રહેલી બે યુવતીઓની છેડતી કરી હતી. પોલીસે આ મામલે 14 લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે. વીડિયોમાં સાંભળી શકાય છે કે યુવકો યુવતીને ગાળો આપી રહ્યા છે. એક યુવકે તો યુવતીનો દુપટ્ટો ખેંચી લીધો હતો. રામપુરના એસપી વિપિન તાડાએ કહ્યું કે, આ મામલે કેસ દાખલ કરાયો છે. બે આરોપીઓની ધરપકડ કરાઇ છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram