આ ખાસ કારણે ધોની અલગ-અલગ કંપનીઓના બેટથી રમે છે? જુઓ Video

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતાનો અંતિમ વર્લ્ડકપ રમી રહ્યો છે. ત્યારે વર્લ્ડ કપ દરમિયાન ધોની અલગ અલગ લોગોવાળી બેટનો ઉપયોગ કરી રહ્યો છે. ધોની મેચ દરમિયાન BAS, SS અને SGના લોગોવાળી બેટનો ઉપયોગ કરી રહ્યો છે. જો કે હવે તેના પાછળનું આ ખાસ કારણ સામે આવ્યું છે.

ધોનીના મેનેજર અરૂણ પાંડેએ જણાવ્યું કે “ધોની અલગ અલગ સ્પોન્સરવાળા બેટનો ઉપયોગ કરીને તેઓનો આભાર વ્યક્ત કરી રહ્યો છે જેમણે તેમના કેરિયર માટે મદદ કરી હતી.” ધોનીના મેનેજરે કહ્યું “ધોની વિશાળ હ્રદયવાળા વ્યક્તિ છે.” BAS એ ધોનીના કેરિયરના શરૂઆતના દિવસોમાં તેને સ્પોન્સર કર્યું હતું.

JOIN US ON

Whatsapp
Telegram