વર્લ્ડ રેકોર્ડ સર્જાવા સુરતની મહિલાએ 24 કલાક કાપ્યા 800 લોકોના વાળ, જુઓ VIDEO

સુરત: સુરતનાં અડાજણ વિસ્તારની મહિલા ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જવા માટે મહિલાઓના હેર કટ કરી રહીછે. આજ સવારથી જ લંડનમા સ્થાપિત રેકોર્ડને તોડવા માટે શીતલ શાહએ વાળ કાપવાનું ચાલુ કર્યું છે. જેમાં તે હાલ દર બે મિનિટે એક વાળ કાપી રહી છે. અને 24 કલાકમાં 800 લોકોના વાળ કાપી નવો કીર્તિમાન સ્થાપીને ઝંપશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહી છે. જોકે શીતલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રેન્ડ છે અને નોટબંધીના નિર્ણયની સરાહના કરી તેમનુ સમર્થન કરી રહી છે...

સતત 24 કલાક સુધી વાળ કાપવાનો ગિનિઝ બુકનો અગાઉનો વર્લ્ડ રેકોર્ડ અગાઉ 2011માં લંડનમાં નોંધાયો હતો. જ્યાં 526 જેટલા લોકોના વાળ કાપવામાં આવ્યાં હતાં. ત્યારે આજરોજ શિતલ કલ્પેશ શાહ સતત 24 કલાક સુધી ખડે પગે રહીને 800થી વધુ લોકોના વાળ કાપીને નવો કિર્તિમાન પોતાના નામે કરવા જઈ રહ્યાં છે

ધોરણ 10 સુધીનો અભ્યાસ કરનારા શિતલબેને સતત મહેનત અને પરિશ્રમથી અગાઉ 3-2-2013માં પોતાની ટીમના ચાર સભ્યો સાથે મળીને 1076 જેટલા લોકોના વાળ કાપ્યા હતાં. જેથી શિતલબેનનું નામ લિમ્કાબુક, એશિયાબુક,ઈન્ડિયા બુક સાથે યુનિકબુક અને ગુજરાત યુનિવીટી સોસાયટીમાં નોંધાયું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola